બાગાયત ખાતાની ફળપાક માટેની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે i-Khedut પોર્ટલ ખુલ્લું મુકાયુ
સારા ન્યુઝ, ભાવનગર
વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન સમગ્ર રાજ્યમાં ફળપાકનો વાવેતર વિસ્તાર વધે તેવા આશય થી બાગાયત ખાતા દ્વારા “ગ્રો મોર ફ્રુટ ક્રોપ” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તે અંતર્ગત બાગાયત ખાતાની ફળપાક વાવેતર માટેની યોજનાઓ હેઠળના વિવિધ ઘટક જેવા કે અંબા તથા જામફળ પાકમાં ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, નાળીયેર વાવેતર વિસ્તાર સહાય, ટીસ્યુંકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, પપૈયાની ખેતીમાં સહાય, કેળ (ટીસ્યુ) ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કમલમ ફળ (ડ્રેગનફ્રુટ)ના વાવેતર માટે સહાય, ફળપાક પ્લાન્ટિંગ મટીરીયલ્સમાં સહાય, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ કાર્યક્રમ, ફળપાકો જેવાકે દ્રાક્ષ, કીવી, પેશનફ્રુટ વગેરેમાં સહાય, વધુખેતી ખર્ચ સિવાયના ફળપાકો, ઘનિષ્ટ પદ્ધતિ દ્વારા કરવામાં આવેલ ફળપાકો જેવા કે આંબા, લીંબુ, જામફળ, દાડમ, સીતાફળ વગેરેમાં સહાય અને સરગવા પાકના વાવેતરમાં સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે જેની ઓનલાઇન અરજીઓ તા.૧૬/૦૭/૨૦૨૪ થી તા.૧૫/૦૮/૨૦૨૪ સુધીમાં www.ikhedut.gujarat.gov.in વેબસાઇટ પરથી કરી શકાશે, તો રસ ધરાવતાં તમામ ખેડુત મિત્રોએ જરૂરી સાધનિક કાગળો સાથે અરજી કરવા જણાવવામાં આવે છે તેમજ ઓનલાઇન કરેલ અરજીની સહીવાળી નકલ તથા જરૂરી સાધનિક કાગળો (૭-૧૨,૮-અ, આધાર કાર્ડ,બેંક પાસબુક,) સાથે દિન-૭ માં નાયબ બાગાયત નિયામક, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરને રૂબરૂ અથવા ટપાલ દ્વારા જમા કરવાની રહેશે તેમજ વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામક, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરનો રૂબરૂમાં અથવા ફોન નંબર ૦ર૭૮-ર૪ર૦૪૪૪ પર સંપર્ક સાધવા જણાવવામાં આવે છે.
Advt.