૧૫ ઓગષ્ટના રોજ બાલભવન સ્કેટીંગ રીંક ખાતે ૭૭ બાળકોએ ૭૭ મિનિટ સુધી નોનસ્ટોપ સ્કેટીંગ કરી દેશને અનોખા રૂપમાં સલામી આપી
સારા ન્યુઝ, રાજકોટ
રાજકોટ ખાતે પુજા હોબી સેન્ટર, પોદાર પ્રેપ સ્કૂલ તથા બાલભવન અને ગુજરાત રોલર બાસ્કેટબોલના સંયુક્ત આયોજનથી સૌપ્રથમવાર દેશને સમર્પિત કરતા બાળકો આઝાદીને નમ સ્વરૂપે ક્રાંતિવીરોને યાદ કરતો ૭૭ મિનિટનો સ્કેટીંગનો અદભૂત શો બાલભવન સ્કેટીંગ રીંક ખાતે ભવ્ય રીતે ઊજવવામાં આવ્યો. ૪ થી ૧૮ વર્ષના બાળકો તથા યુવાનો દ્વારા આમંત્રિત મહેમાનો તથા અસંખ્ય વાલીઓની હાજરીમાં આ ભવ્ય પ્રોગ્રામ યોજાઈ ગયો.
બાલભવનમાં માનદમંત્રી મનસુખભાઈ જોષી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારે માનનીય મહેમાનો હિન્દ ન્યુઝ અખબાર નાં તંત્રીશ્રી ડો. સીમાબેન પટેલ (કાલાવડ), હેલીબેન, CWC નાં ચેરમેન ડો. પ્રિતેશભાઈ પોપટ, સેન્ટ ગાર્ગી સ્કુલ નાં પ્રિન્સિપાલ શ્રીમતિ રમાબેન હેરભા, વિજયભાઈ કારીયા, કાળુમામા, કિરીટભાઈ, જાયદાબેન તથા અનેક નામી અનામી મહેમાનો એ આ પ્રસંગે ઉપસ્થિત રહી પ્રોગ્રામને ચારચાંદ લગાવી દીધા હતા.
સ્કેટીંગ કરતા ૭૭ બાળકો તથા પોદાર પ્રેપના નાના ભૂલકાઓ અને વાલીઓ ઉપસ્થિત રહી ઢોલીના સથવારે દેશભક્તિના ગીત પર ડાન્સ કરી આહલાદક વાતાવરણ બનાવ્યું હતું. ૭૭ મિનિટ રોલર સ્કેટીંગ પુરી કરનાર તમામ બાળકોને ગોલ્ડ મેડલ તથા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યાં હતા.
બાલભવનના મંત્રી મનસુખભાઈ જોષીએ પોતાના પ્રવચનમાં દેશની આઝાદીની વાતો કરી. બાળકોની સ્કેટીંગની પ્રવૃત્તિને બિરદાવી નેશનલ ચેમ્પીયન ૩ બાળકો રાહી નાગવેકર, પ્રેમ ગાંધી તથા ફલક પારેખને તેમના હસ્તક ગોલ્ડ મેડલ પહેરાવી સર્ટીફીકેટ આપવામાં આવ્યાં હતા. ગુજરાત રોલર બાસ્કેટબોલ એસોસીએશન દ્વારા સૌપ્રથમવાર આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંપૂર્ણ રીતે અસંખ્ય વાલીઓ તથા બાળકોની હાજરીમાં સફળ રીતે પુરું થયું હતું.
૭૭ મિનિટ સુધી બાળકોએ સ્કેટ પહેરીને રોલીંગ ડાન્સ, ફલેગ પદર્શન તથા વિવિધ પ્રોપ સાથે આકર્ષક વાતાવરણ સફેદ ડ્રેસમાં સજજ બાળકોએ બનાવ્યું હતું. આ આયોજનને સફળ બનાવવા માટે ગુજરાત રોલર બાસ્કેટબોલ એસોસિએશન- બાલભવન તથા પુજા હોબી સેન્ટરના તમામ કમીટી મેમ્બરે ભારે જહેમત ઉઠાવી હતી.
પ્રોગ્રામમાં સાઉન્ડ સિસ્ટમ પર દિપકભાઈએ અદભૂત રીતે વગાડી બાળકોને ખુશ કરી દીધા હતા. હાજર રહેલા તમામ મહેમાનોના હસ્તે બાળકોને ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનીત આપવામાં આવ્યા. અંતે પૂજા હોબી સેન્ટર નાં સંચાલક પુષ્પાબેન રાઠોડ એ ઉપસ્થિત તમામ મુખ્ય મહેમાનો, ભાજપ અગ્રણીઓ, આગેવાનો, વાલીઓનો, બાળકોનો અને કાર્યક્રમ ને સફળ બનાવનાર તમામ સભ્યો નો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દ ન્યુઝ : https://hindnews.in/?p=42757
તંત્રીશ્રી : ડૉ. સીમાબેન પટેલ