કાલાવડમાં દેશી દારૂ નાં બુટલેગર પતિ, દિયર અને સાસુ દ્વારા પરણીતાને માર મારતા પોલીસ ફરિયાદ
સારા ન્યુઝ, કાલાવડ
દેશી 🥂 દારૂનો બુટલેગર બન્યો બેફામ
જામનગર જિલ્લાના કાલાવડ ખાતે દેવીપુજક વાસમાં રહેતા અને આ જ વાસમાં કાલાવડ ટાઉન પોલીસની રહેમ નજર હેઠળ દેવરાજ વિઠ્ઠલ સોલંકી અને તેનો નાનો ભાઈ કેતન વિઠ્ઠલ સોલંકી ખુલ્લેઆમ દેશી દારૂનો ધંધો કરે છે અને દેશી દારૂના બુટલેગર એવા દેવરાજ દ્વારા એની પત્ની આરતીબેનને છેલ્લા ઘણા સમયથી માનસિક અને શારીરિક ત્રાસ આપતો હોય અને એક વર્ષ પહેલાં ઘરકંકાસના કારણે દેવરાજ ની પત્ની એવા આરતીબેને પોતાનું જીવન ટૂંકાવવા એસિડ પીધાનો કિસ્સો પણ ભૂતકાળમાં બનવા પામ્યો હતો અને આ ઘરકંકાસના કારણે આરતીબેન છેલ્લા ઘણા સમયથી મોડપર ખાતે તેઓના માતા-પિતા સાથે રહેતા હોય, આજરોજ બુટલેગર દેવરાજ એ તેની પત્ની આરતીબેન ને ફોન દ્વારા કાલાવડ આવવા જણાવ્યું હતું. જેથી સાંજના આશરે ચાર વાગ્યના સુમારે પોતાના સાસરે દેવીપુજક વાસ કાલાવડ ખાતે આવ્યા બાદ, ઘરમાં આરામ કરતા હોય તે વેળાએ ‘તારો મોબાઈલ આપ’ એમ કહી બુટલેગર પતિ દેવરાજ, તેનો નાનો ભાઈ કેતન અને સાસુએ સાવરણી વડે અને ઢીક્કા-મુક્કી નો માર મારતા પગમાં, કમરમાં અને માથાના ભાગે ગંભીર ઈજાઓ તથા કાલાવડ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા અને કાલાવડ પોલીસને જાણ કરાતા પોલીસએ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદી આરતીબેન નાં પતિ દેવરાજ સોલંકી નાં વધુ પડતા ત્રાસનાં પગલે એક વર્ષ અગાઉ આરતીબેને એસિડ પી ને થી પોતાનું જીવન ટૂંકાવવાના પ્રયત્ન પણ કર્યા હતા અને પત્ની આરતીબેન ને અસંખ્ય વખત બુટલેગર પતિ દેવરાજે એવું કહ્યું હતું કે, “હું ખુલ્લેઆમ દારૂનો ધંધો કરું છું અને કાલાવડ ટાઉન પોલીસને લાખો રૂપિયા હપ્તો આપું છું. જેથી તારે જ્યાં ફરિયાદ કરવી હોય તો ફરિયાદ કરી લે. મારું પોલીસ કઈ ઉખાડી નહીં શકે.”
કાલાવડ દેવીપુજક વાસમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચતા દેવરાજ સોલંકી અને તેનો નાનો ભાઈ કેતન સોલંકી પર શું કાલાવડ ટાઉન પોલીસ નાં ચાર હાથ છે ??
શું દેવીપુજક વાસમાં સરાજાહેર દેશી દારૂનું વેચાણ કરતા દેવરાજ સોલંકી અને કેતન સોલંકી ને કાલાવડ ટાઉન પોલીસ કાયદાનું ભાન કરાવશે ? કે પછી ભીનું સંકેલાઈ જશે !? એ હવે જોવું રહ્યું.