જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓકટોબર માસમાં રોજગાર અને એપ્રન્ટીસ ભરતી મેળો યોજાશે
સારા ન્યુઝ, આણંદ
જિલ્લા રોજગાર કચેરી, મોડેલ કેરિયર સેન્ટર આણંદ દ્વારા ઓક્ટોબર માસ ૨૦૨૪માં “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળા”નું આયોજન કરવામાં આવેલ છે.આ ભરતી મેળો ઓક્ટોબર માસમાં તારીખ ૪ થી ૨૫ ઓક્ટોબરના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લાના વિવિધ સ્થળોએ યોજાશે.
જે અનુસાર તારીખ ૪ ઓક્ટોબરના રોજ પેટલાદમાં તાલુકામાં આર. કે. ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ,(ગ્રાન્ટ ઇન એડ) આઈ.ટી.આઈ વી.બી.હાઇસ્કુલ પાછળ સુણાવ ખાતે, તારીખ ૧૧ ઓક્ટોબરના રોજ સરકારી આઈ.ટી.આઈ, આસોદર ચોકડી પાસે, અંબાવ તળાવ સામે,આસોદર ખાતે, તારીખ ૧૮ ઓક્ટોબરના આણંદના સામરખા ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહિલા આઈ.ટી.આઈ, સદાનાપુરા એક્સપ્રેસ હાઈવે પાસે, તથા તા. ૨૫ ઓક્ટોબરના રોજ બેઠક રોડ, રાહદારી, પોર્ટ રોડ ખંભાત ખાતે આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે.
આ ભરતી મેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, ડિગ્રી સ્નાતક, અનુસ્નાતકની લાયકાત ધરાવતા હોય અને જેઓની ઉંમર ૧૮ થી ૩૫ વર્ષ હોય હોય તેવા રોજગારવાંચ્છુ ઉમેદવારોએ તેઓના ઓછામાં ઓછા ૦૫ બાયોડેટા, શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રોની નકલ સાથે ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહેવા જિલ્લા રોજગાર અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.