રૂસ્તમપુરા ખાતે આયોજિત સ્વિમિંગ સ્પર્ધામાં સુરતના ચાર સ્વીમરોએ જીત્યા મેડલો

રૂસ્તમપુરા ખાતે આયોજિત સ્વિમિંગ સ્પર્ધામાં સુરતના ચાર સ્વીમરોએ જીત્યા મેડલો


ગુજરાત રાજ્ય સ્વિમીંગ ચેમ્પિયનશિપ ૨૦૨૪:

સારા ન્યુઝ, સુરત

    ગુજરાત સ્ટેટ એકવેટીક એસોસિએશન દ્વારા આયોજિત ૧૩મી ગુજરાત રાજ્ય સ્વિમિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૪ રૂસ્તમપૂરા તરણ કુંડ ખાતે યોજાઈ હતી. જેમાં રાજ્યના ૨૫થી વધુની વયના ૧૬૦થી વધુ પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં સુરત મનપા સંચાલિત સિંગણપોર તરણ કુંડના ચીફ સ્વિમિંગ ઇન્સ્ટ્રકટર વિરલ સેલરના માર્ગદર્શન હેઠળ સુરતના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. 

          આ સ્પર્ધામાં કેટલીક રમતમય સિદ્ધિઓ નોંધાઇ, જેમાં ભરતકુમાર સેલરે ત્રણ ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ, મનીષકુમાર ગાંધીએ એક ગોલ્ડ, ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ, રાજેશકુમાર ચૌધરીએ બે ગોલ્ડ અને બે સિલ્વર અને જયસુખ ઘોઘારીએ એક સિલ્વર મેડલ પ્રાપ્ત કરી પોતાનું કૌવત દેખાડ્યું હતું. આ સફળતાના પરિણામે, આ ખેલાડીઓ હવે સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા આયોજિત ૨૦મી માસ્ટર નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૪માં ભાગ લેવા માટે ભોપાલ જશે. ગુજરાત સ્ટેટ એકવેટીક એસો.એ ખેલાડીઓની સિદ્ધિઓ પર આનંદ વ્યક્ત કરી આગામી ચેમ્પિયનશિપમાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Previous post જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓકટોબર માસમાં રોજગાર અને એપ્રન્ટીસ ભરતી મેળો યોજાશે
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જિલ્લાના અન્ન અને નાગરિક પુરવઠા, પાણી પુરવઠા તથા સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી Next post કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જિલ્લાના અન્ન અને નાગરિક પુરવઠા, પાણી પુરવઠા તથા સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી