ગીર સોમનાથ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ ક્રિષ્ના કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ ખાતે યોજાશે

ગીર સોમનાથ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ ક્રિષ્ના કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ ખાતે યોજાશે


સારા ન્યુઝ, ગીર સોમનાથ

           રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગીર સોમનાથ સંચાલિત જિલ્લા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા-૨૦૨૪નું આયોજન તા.૧૬ જાન્યુઆરી તથા તા.૧૭ જાન્યુઆરીના રોજ તાલાળા તાલુકાના ગુંદરણ ખાતે ક્રિષ્ના કન્યા વિદ્યા સંકુલમાં સવારે ૦૯:૦૦ કલાકે રીપોર્ટ કરવાનું રહેશે.

જેમાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબરે વિજેતા થયેલ ૧૪ કૃતિ જેમાં વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા, સુગમ સંગીત, લગ્ન ગીત, સમૂહ ગીત, લોકગીત / ભજન, તબલા, હાર્મોનિયમ સ્પર્ધા યોજાશે.

સીધી જિલ્લાકક્ષાની ૯ કૃતિ જેમા કાવ્ય લેખન, ગઝલ શાયરી, લોકવાર્તા, દુહા, છંદ, ચોપાઇ, સર્જનાત્મક કારીગરી, સ્કુલ બેન્ડ, ઓરગન, કથ્થક, શાસ્ત્રીય કંઠ્ય સંગીત તાલુકા કક્ષાની ૧૪ કૃતિના પ્રથમ નંબરના વિજેતા કલાકારો તથા જિલ્લા કક્ષાની સીધી ૯ કૃતિની સ્પર્ધાઓના કલાકારો પોતાની ઉત્કૃષ્ટ કલાનુ પ્રદાન કરશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

શ્રી સોમનાથ મંદિર પરિસરમાં આંતરરાષ્ટ્રીય કલાકાર કથ્થક નૃત્યથી શિવ આરાધના કરશે Previous post શ્રી સોમનાથ મંદિર પરિસરમાં આંતરરાષ્ટ્રીય કલાકાર કથ્થક નૃત્યથી શિવ આરાધના કરશે
ભાવનગરની સ્વામી સહજાનંદ કોલેજમાં તા. 23 જાન્યુઆરીના રોજ ઓશો ચેર સ્થાપિત કરવામાં આવશે Next post ભાવનગરની સ્વામી સહજાનંદ કોલેજમાં તા. 23 જાન્યુઆરીના રોજ ઓશો ચેર સ્થાપિત કરવામાં આવશે