મહિલા અને બાળ અધિકારીની કચેરી આહવા દ્વારા મહાલપાડા ગામમાં “બાલિકા પંચાયતના સરપંચ અને સભ્યો સાથે નેતૃત્વ અંગે સંવાદ” કાર્યક્રમ યોજાયો

મહિલા અને બાળ અધિકારીની કચેરી આહવા દ્વારા મહાલપાડા ગામમાં “બાલિકા પંચાયતના સરપંચ અને સભ્યો સાથે નેતૃત્વ અંગે સંવાદ” કાર્યક્રમ યોજાયો


સારા ન્યુઝ, ડાંગ

              મહિલા અને બાળ અધિકારીની કચેરી આહવા દ્વારા ડાંગ જિલ્લાના આહવા તાલુકાના મહાલપાડા ખાતે આવેલ પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળા મહાલપાડામાં મહિલા સશક્તિકરણ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો યોજના અભિયાનને ૨૨ જાન્યુઆરી ૨૦૨૫ ૧૦ વર્ષ પુર્ણ થયા હોય, ભારત સરકારશ્રી દ્વ્રારા તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૫ થી ૮ માર્ચ ૨૦૨૫ સુધી જુદી જુદી પ્રવૃતિઓ/કાર્યક્રમોનું આયોજન નક્કી કરવામાં આવેલ છે. જે કાર્યક્રમ અન્વયે તારીખ ૨૮/૦૧/૨૦૨૫ના રોજ મહિલા અને બાળ અધિકારીની કચેરી અને આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) આહવાના સયુંકત ઉપક્રમે મહિલા અને બાળ અધિકારી ડૉ. મનિષાબેન એ. મુલતાનીના દિશાદર્શન હેઠળ બાલિકા પંચાયતના સરપંચ અને સભ્યો સાથે નેતૃત્વ અંગે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહિલા અને બાળ અધિકારીની કચેરી આહવા દ્વારા મહાલપાડા ગામમાં “બાલિકા પંચાયતના સરપંચ અને સભ્યો સાથે નેતૃત્વ અંગે સંવાદ” કાર્યક્રમ યોજાયો

           મહિલા અને બાળ અધિકારી ડૉ. મનિષા એ. મુલતાની દ્વ્રારા “બાલિકા પંચાયતના સરપંચ અને સભ્યો સાથે નેતૃત્વ અંગે સંવાદ” કાર્યક્રમનો હેતુ સમજાવતાં જણાવ્યું હતું કે, બાલિકા પંચાયતના પહેલથી દીકરીઓમાં જાગૃતિ આવશે અને વિકાસ કાર્યોમાં સહભાગી બનવાની તક ઉભી થશે. સાથે સાથે ભવિષ્યમાં તેઓ પોતાની નેતૃત્વ શક્તિ ખીલવી શકશે. આ પહેલથી બાલિકાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યું છે. ગ્રામજનોએ આ પહેલને આવકારી છે. કાર્યક્રમમાં DHEW પિયુષભાઇ દ્વ્રારા બાલિકા પંચાયત રચના બાલિકા પંચાયતની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તલાટી કમ મંત્રી સુ. નેહાબેન ગાવિત દ્વ્રારા ગ્રામ પંચાયત વિષયક માહિતી આપી હતી.

            આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) આહવાના PS હસમુખભાઇ દ્વ્રારા પંચાયતના માળખા વિશેની માહિતી આપી હતી. આ સાથે જ તેજસ્વીની વિધાનસભાના એક દિવસીય મુખ્યમંત્રી અને કચ્છ જિલ્લાના કુનરીયા ગામના વતની સુ. ભારતીબેન ગરવા સાથે બાલિકા પંચાયત વિષે ઓનલાઈન સંવાદ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભવો દ્વ્રારા “બેટી બચાવો બેટી પઢાઓ” યોજના અન્વયે દીકરીના જન્મદરમાં વધારો કરવા અને તેનું મહત્વ સમજાવવા દીકરી જન્મોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા નવજાત જન્મેલ દીકરીઓને દિકરી વધામણા કીટ વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળા મહાલપાડાના વિદ્યાર્થીઓ, આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત)ના કર્મચારીઓ તેમજ મહિલા અને બાળ અધિકારીશ્રીના અધિકારી અને કર્મચારીઓ વિશેષ સહયોગ રહ્યો હતો. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

સુરતથી પ્રયાગરાજ મહાકુંભ મેળાની વિશેષ વોલ્વો બસને પ્રસ્થાન કરાવતા વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી Previous post સુરતથી પ્રયાગરાજ મહાકુંભ મેળાની વિશેષ વોલ્વો બસને પ્રસ્થાન કરાવતા વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી
જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓના આયોજન માટે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ Next post જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓના આયોજન માટે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ