Views 34

સારા ન્યુઝ, ભાવનગર

             સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની જાળવણી માટે મિલેટ્સ ઉત્તમ ધાન્ય છે. આ મિલેટ્સ(શ્રી અન્ન)નો આહારમા વધુ ઉપયોગ થાય અને માનવ તંદુરસ્ત રહે તેવા સુંદર અને શુભ આશયથી લોક જાગૃતિ માટે ગુજરાત સરકારનાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મિલેટ્સને પ્રોત્સાહન આપવા માટે ભાવનગરના જવાહર મેદાન ખાતે તા.૮ અને ૯ મી ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સવારે ૧૦:૦૦ થી રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી “મિલેટ મહોત્સવ-૨૦૨૫”નું વિશેષ આયોજન કર્યુ છે.

જેમાં મિલેટ્સની વિવિધ લાઇવ વાનગીઓના ફુડકોર્ટ, પ્રદર્શન સ્ટોલ તેમજ નિષ્ણાંતો દ્વારા મિલેટ્સનું આહારમા મહત્વ અંગેના માર્ગદર્શન સેમિનારની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.આ ત્રિવિધ કાર્યક્રમમા સ્વાદ અને સ્વાસ્થ્યનાં અનોખા સંગમની લિજ્જત માણવા માટે મિત્ર-પરિવાર સહ પધારવા ભાવનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાવભર્યુ આમંત્રણ છે.

“મિલેટ મહોત્સવ-૨૦૨૫નાં” વિશેષ આકર્ષણો:

•નિષ્ણાંતો દ્વારા મિલેટ્સનું આહારમાં મહત્વ અંગેનાં માર્ગદર્શન સેમિનાર

* મિલેટ્સની વિવિધ લાઇવ વાનગીઓના ફુડકોર્ટ અને ૭૦ થી વધુ પ્રદર્શન સ્ટોલ

* ભાવનગરના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ લોક ડાયરો

* પેનલ ડીસ્કશન
(નેહલ ગઢવી,ડો નૃપા ઓઝા,ડૉ.જિનાલી મોદી,ક્રિષ્ના વેગડ,હિમાચલભાઇ)

* પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ભાવનગરના જવાહર મેદાન ખાતે શનિ અને રવિવારના રોજ “મિલેટ મહોત્સવ-૨૦૨૫”નું વિશેષ આયોજન
Avatar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *