Views 32

સારા ન્યુઝ, બોટાદ

            બોટાદ જિલ્લામાં આગામી તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૭/૦૩/૨૦૨૫ દરમ્યાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા બોટાદ જિલ્લામાં ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ની પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા,૨૦૨૩ની કલમ-૧૬૩ (ભારતના ફોજદારી કાર્યરીતી અધિનિયમ- ૧૯૭૩(૧૯૭૪નો ૨ જો)ની કલમ- ૧૪૪)થી તેમને મળેલ અધિકારની રૂએ ફરમાવ્યુ છે કે, આગામી તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૭/૦૩/૨૦૨૫ સુધી ધોરણ-૧૦ની પરીક્ષાનો સમય સવારના ૧૦:૦૦ થી ૧૩:૧૫ કલાક અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ પરીક્ષા સવારના સેશન સમય ૧૦:૩૦ થી ૧૩:૪૫ કલાક સુધી તેમજ બપોરના સેશનનો સમય ૧૫:૦૦ થી ૧૮:૧૫ કલાક સુધી તથા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાનો સમય બપોરના ૧૫:૦૦ કલાક થી ૧૮:૩૦ કલાક દરમ્યાન, ધોરણ-૧૦ના કુલ-૩૫ પરીક્ષા કેન્દ્ર, ધોરણ-૧૨(સામાન્ય પ્રવાહ)ના કુલ-૧૭ પરીક્ષા કેન્દ્ર તથા ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ના કુલ-૦૫ પરીક્ષા કેન્દ્ર ઉપર તથા જિલ્લાના સ્ટ્રોંગરૂમ (સરકારી હાઇસ્કૂલ, સ્ટેશન રોડ, બોટાદ) ખાતે આ મુજબનાં પ્રતિબંધો ફરમાવવામાં આવે છે.

            પરીક્ષા કેન્દ્રોની અને સ્ટ્રોંગરૂમના કમ્પાઉન્ડની ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેક્સનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ તેમજ ફેકસ મશીનના ઉપયોગ પર,પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા સહિતના ધ્વનીવર્ધક સાધનોના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રોમાં મોબાઇલ ફોન લઇ જવા પર, પરીક્ષા કેન્દ્રો અને સ્ટ્રોંગરૂમના કમ્પાઉન્ડની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર, પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય કોઇ અનઅધિકૃત વ્યક્તિએ પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશવા પર, સ્ટ્રોંગરૂમના કમ્પાઉન્ડની ૧૦૦ મીટર ત્રિજ્યામાં અનઅધિકૃત વ્યકિતઓના પ્રવેશ પર,સ્ટ્રોંગરૂમના કમ્પાઉન્ડની ૧૦૦ મીટર ત્રિજ્યામાં ખાનગી કાર્યક્રમ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

જાહેરનામાનું ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા,૨૦૨૩ની કલમ-૨૨૩ (ભાર ફોજદારી અધિનિયમ(સને૧૮૬૦ના ૪૫માં અધિનિયમ)ની કલમ-૧૮૮) મુજબ સજા થશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલાં લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

બોટાદ જિલ્લામાં બોર્ડની ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ની પરીક્ષાને અનુલક્ષીને જરૂરી પ્રતિબંધો ફરમાવતા નિવાસી અધિક કલેક્ટર
Avatar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *