જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જિલ્લાના તમામ જાહેર સ્થળો અને વિવિધ જાહેર જગ્યાઓએ લોકોની સુરક્ષા માટે કડક કાર્યવાહીનાં આદેશો

જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જિલ્લાના તમામ જાહેર સ્થળો અને વિવિધ જાહેર જગ્યાઓએ લોકોની સુરક્ષા માટે કડક કાર્યવાહીનાં આદેશો


ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ

    જિલ્લામાં ફાયર સેફ્ટીને લઈને સાવચેતીના ભાગરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા વેરાવળ ખાતે આવેલ સાંચી સિનેમામાં ફાયર સેફ્ટી બાબતેનાં નિયમોનું પાલન ન થતું હોવાનું તથા ઘણાં લાંબા સમયથી સિનેમા લાયસન્સ રિન્યૂ ન કર્યા હોવાનું ધ્યાને આવતા તા.૧૭/૦૫/૨૦૨૪ના રોજ કારણદર્શક નોટિસ આપવામાં આવેલ તેમ છતાં ફાયર સેફ્ટીનું એન.ઓ.સી. રિન્યૂ ન કરાવતા, સદરહુ સિનેમા લાઇસન્સ સસ્પેન્ડ કરી અને સીલ કરવામાં આવ્યું છે.

અત્રેથી ઉલ્લેખનીય છે કે ગત તા.20/05/2024 નાં રોજ કોડીનાર ખાતે આવેલ ન્યુ એરા સિનેમાઘર ખાતે ફાયર સેફટીનાં સાધનોની ત્રુટિ ધ્યાને આવતા તે સિનેમાઘર તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવેલ હતું.વધુમાં, તપાસ દરમ્યાન ફોનિક્સ સિનેમા વેરાવળમાં પણ ફાયર સિસ્ટમ બાબતેની ત્રુટી ધ્યાને આવતાં, આ સિનેમાનું લાઇસન્સ સસ્પેન્ડ કરી અને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.આ ઉપરાંત, વેરાવળ શહેર અને ગીર સોમનાથ જીલ્લાની તમામ હોસ્પિટલો દ્વારા બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ -૨૦૧૬ ના માપદંડો મુજબ બાયોમેડિકલ વેસ્ટની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે કે કેમ ? તેમજ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ મેસર્સ એક્ટ -૨૦૧૩ અને રૂલ્સ -૨૦૨૧ ની જોગવાઈ અનુસાર હોસ્પિટલ ખાતે ફાયર સેફ્ટી માટેના જરૂરી માન્યતા ધરાવતા સાધનો અને ઉપકરણો રાખવામાં આવે છે કે કેમ ? અને બાયોમેડિકલ વેસ્ટ અને ફાયર સેફ્ટી સબંધિત તમામ પાસાઓની ઝીણવટપૂર્વક તપાસણી કરવા સિવિલ હોસ્પિટલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી, મામલતદાર કચેરી અને ફાયર સેફ્ટી વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા સદરહુ તપાસ કરવા તા.૨૪/૦૫/૨૦૨૪ ના રોજ હુકમ કરવામાં આવેલ જેની તપાસની કામગીરી હાલ કાર્યરત છે.

જિલ્લામાં આવેલ તમામ કોચિંગ ક્લાસિસ, રિસોર્ટ, હંગામી સ્ટ્રક્ચર અને આનંદ મેળા, ગેમ ઝોન, ગેસ્ટ હાઉસ, હોસ્પિટલ વગેરે તમામ જાહેર સ્થળો ખાતે લોકોની સુરક્ષાની દ્રષ્ટિએ તમામ પાસાઓને ધ્યાને લઈને સઘન તપાસ હાથ ધરવાની કામગીરી યુદ્ધનાં ધોરણે પૂર્ણ કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે.

વિશેષમાં, ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર અને મંદિર ટ્રસ્ટના અતિથિગૃહો જેવા સ્થળો કે જ્યાં, બહોળી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય તેવાં સ્થળોએ નાગરિકોની સલામતીને ધ્યાને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર, પોલીસ વિભાગ અને સ્ટેશન ફાયર ઓફિસરોની વિવિધ ટીમો બનાવીને યાત્રિકોની સુરક્ષા માટેનાં તમામ પાસાઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ છે.આગામી દિવસોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય તેવી કોઈપણ જગ્યાએ લોકોની સલામતી અને સુરક્ષા સબંધિત કોઈપણ પ્રકારની બાંધછોડ કરનાર વિરુદ્ધ સખત પગલાં લેવા બાબતે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે.

Advt.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જામનગર કલેકટર કચેરી ખાતે કર્મયોગીઓ દ્વારા ”આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે શપથ ગ્રહણ કરવામાં આવ્યા Previous post જામનગર કલેકટર કચેરી ખાતે કર્મયોગીઓ દ્વારા ”આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે શપથ ગ્રહણ કરવામાં આવ્યા
તા.૪જૂનના રોજ હરીયા કોલેજ ખાતે લોકસભા સામાન્ય ચૂંટણીની મતગણતરીમાં ટ્રાફિક તથા કાયદો વ્યવસ્થા જાળવવા જરૂરી પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ Next post તા.૪જૂનના રોજ હરીયા કોલેજ ખાતે લોકસભા સામાન્ય ચૂંટણીની મતગણતરીમાં ટ્રાફિક તથા કાયદો વ્યવસ્થા જાળવવા જરૂરી પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ