સિક્કા મુક્તિધામ ખાતે આકાર પામેલ ઑક્સિજન પાર્કની મુલાકાત લેતાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ
સારા ન્યુઝ, સિક્કા
સિક્કા મુક્તિધામ અને કુંભનાથ મહાદેવના સાનિધ્યમાં વન વિભાગ તથા રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી આકાર પામેલ ઑક્સિજન પાર્કની કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા કલેકટર બી.કે.પંડ્યા વગેરેએ મુલાકાત લઈ વૃક્ષારોપણ વિશેની તલસ્પર્શી માહિતી મેળવી હતી અને આ પર્યાવરણલક્ષી ઉમદા કાર્યની સરાહના કરી હતી.
આ ઑક્સિજન પાર્કમાં લીમડો, કરંજ, જાંબુ, સપ્તપર્ણી, સવન, સરગવો, પારસ પીપળો, ફૂલ્ટોફોર્મ, દાડમ, આંબલી વિગેરે જેવા અંદાજિત ૪,૦૦૦ કરતા પણ વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કરી તેનો ઉછેર કરાયો છે.જેના કારણે એક સમયે સાવ વેરાન લાગતી આ જગ્યા આજે હરિયાળી બની છે.
મંત્રી સાથે આ તકે હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, પ્રાંત અધિકારી કાલરીયા, સિક્કા નગરપાલિકા ચીફ ઓફિસર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ ખાતે “પત્રકાર રત્ન એકસેલેન્સ એવોર્ડ – ૨૦૨૪” નો ભવ્ય કાર્યક્રમ યોજાયો
તંત્રીશ્રી : ડૉ સીમાબેન પટેલ